DetelPro એ લોન્ચ કર્યું સૌથી સસ્તું oximeter, કિંમત માત્ર 799 રૂપિયા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

કોરોનાની આ મહામારી દરમિયાન આંગળી ઉપર લગાવવામાં આવતું oximeter ખૂબ જ જરૂરી થઇ ગયું છે અને આ જરૂરિયાતને ધ્યાને લઇને ડીટલ ઇન્ડિયાએ 799 રૂપિયાની કિંમતનું ઓક્સિમીટર લોન્ચ કર્યું છે જો કે જીએસટીનો અલગથી ચાર્જ આપવાનો રહેશે. શું છે કે કોરોના મહામારીની બીજી લહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્સિજન સંબંધિત સાધનો પર ત્રણ મહિના માટે બેઝિક કસ્ટમ ડ્યુટી અને હેલ્થ સેસમાંથી મુક્તિ આપી છે.

સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરની ચપેટમાં છે જેને પરિણામે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગના લોકો ઘરમાં જ આઈસોલેટ છે દરેક દર્દીઓનું નિયમિત રીતે ઓક્સિજન મોનિટર કરવું ખૂબ જરૂરી છે. ઓક્સીમીટર વિશ્વાસપાત્ર હોવું જરૂરી છે. આ પરિસ્થિતિમાં ડીટલનું ઓક્સિમીટર દર્દીઓ માટે લાભદાયી સાબિત થશે.

હાલમાં કોરોનાના કેસ વધતા ઓક્સિમીટરની પણ અછત સર્જાઈ છે. જેને લીધે ઓક્સિમીટરના ભાવ 1500 કરતાં પણ વધારે બોલાઇ રહ્યા છે ડીટલનું આ ઓક્સિમીટર દર્દીઓ 799 રૂપિયામાં જ ખરિદી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.