જિયોએ નવા વર્ષ પર પોતાના સબ્સક્રાઇબર્સને ખાસ ભેટ આપી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોતરફથી પ્લાન પર એક્સ્ટ્રાવેલિડિટીનો ફાયદો આપવામાં આવી રહ્યો છે, જેની કિંમત 2999 રૂપિયા છે. આ વાર્ષિક પ્લાનનું રિચાર્જ કરાવવા પર દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2.5 જીબી ડેટા, 100 એસએમએસનો લાભ મળે છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે પરંતુ કંપની ઓફર હેઠળ 24 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપી રહી છે.

 

ઓફરની સાથે પ્લાનના ફાયદા કુલ 389 (365+24) દિવસ સુધી મળી જાય છે. આ સ્થિતિમાં જિયો એપ્સ જેમ કે જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ પણ કંપની તરફથી આપવામાં આવી રહ્યું છે.

જિયોએ દેશના અનેક નાના-મોટા શહેરોમાં 5જી સર્વિસ શરૂ કરી છે. જો તમારા ક્ષેત્રમાં 5જી સેવાઓ ઉપલબ્ધ છે અને તમે 5જી ફોનનો ઉપયોગ કરો છો તો 2999 રૂપિયાનું રિચાર્જ કરાવવાની સ્થિતિમાં તમને અનલિમિટેડ 5જી ડેટાનો લાભ મળશે. એટલે કે તમે દરરોજ ચિંતા કર્યા વગર મનભરીને ડેટાનો આનંદ લઈ શકો છો. કંપની 239 રૂપિયા અને તેનાથી વધુ કિંમતવાળા તમામ પ્લાન્સની સાથે અનલિમિટેડ 5જી ડેટા આપી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.