અલ્ટ્રાવાયોલેટ ઓટોમોટિવ એ આજે ​​ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્પોર્ટ બાઇક “એફ 77 માચ 2” લોન્ચ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અલ્ટ્રાવાયોલેટ ઓટોમોટિવ એ આજે ​​ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્પોર્ટ બાઇક F77 Mach 2 લોન્ચ કરી છે. Mach 2 એ F77નું અપડેટેડ વર્ઝન છે, જે 2022ના અંતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. બેંગલુરુ સ્થિત EV સ્ટાર્ટઅપ કંપનીએ તેને ભારતમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો સાથે રજૂ કર્યું છે. જેમાં વધુ સારી સિરીઝ, નવી ટેક્નોલોજી, વધુ પાવર અને સુવિધાઓનો સમાવેશ થાય છે.

કંપનીનો દાવો છે કે તે ફુલ ચાર્જ પર 323 કિમી સુધી ચાલી શકે છે. Mach 2 બે વેરિયન્ટ્સ (સ્ટાન્ડર્ડ અને રેકોન) અને 9 કલર વિકલ્પો સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ વેરિયન્ટની કિંમત રૂ. 2.99 અને રેકોનની રૂ. 3.99 લાખ (બંને કિંમત એક્સ-શોરૂમ, બેંગલુરુ) રાખવામાં આવી છે. આ પ્રારંભિક કિંમતો છે, જે ફક્ત પ્રથમ 1000 ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે.

અલ્ટ્રાવાયોલેટે 15 શહેરોમાં ઇલેક્ટ્રિક બાઇકનું બુકિંગ શરૂ કર્યું છે. બાયર્સ 5000 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને તેને ઓફિશિયલ વેબસાઇટ પરથી બુક કરાવી શકે છે. તેની ડિલિવરી આવતા મહિનાથી શરૂ થવાની આશા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં તેની કોઈ પણ બાઇક સાથે સીધી ટક્કર નથી, પરંતુ ICE સ્પોર્ટ્સ બાઇક સેગમેન્ટમાં તે KTM RC 390, BMW G310 R અને TVS Apache RTR310 સાથે સ્પર્ધા કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.