દાંતાના અનેક ગામોમાં પોષણ સુધ્ધાં યોજના

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં માત્ર અમીરગઢ અને દાંતા તાલુકામાં આ પોષણ સુધ્ધાં યોજના ચાલે છે. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે દરમિયાન તેમણે દાંતા તાલુકાના 3 ગામો દત્તક લીધા હતા. જેમા કરમદી, જમબેરા અને રીંછડી ગામનો સમાવેશ થાય છે. પહાડો વચ્ચે આવેલા અને કાચા રસ્તાઓથી ઘેરાયેલા વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. આ વિસ્તારમાં કુપોષણનો દર વધતા સરકાર દ્વારા આવી યોજનાઓ આવા વિસ્તારમાં ચલાવવામાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ શાકભાજી વેચવી અને ખેત મજૂરી કરતી હોવાથી ભોજનમાં ઉણપ રહેતા આવી મહિલાઓમાં કુપોષણ રહેતા સરકાર દ્વારા આવી મહિલાઓ માટે આ યોજના શરુ કરવામાં આવી હતી.


સગર્ભા માતા અને ધાતરી માતાને રોજ 1 ટાઈમનું ભોજન આપવામાં આવે છે. જેમાં દાળ-ભાત, શાક-રોટલી ,કઠોળ લીલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે .જોડે જોડે તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. પછી તેમને આર્યન ટેબ્લેટ અને કેલ્શીયમ ટેબ્લેટ આપવામાં આવે છે. ગોળી કઈ રીતે લેવી તે પણ જણાવવામાં આવે છે. સાથે સાથે આઈસીડીએસ યોજનામાં આ ઉપરાંતના ચાર પેકેટ માતૃ શક્તિના, પૂર્ણા શક્તિના 15થી 18 વર્ષનાને આપવામાં આવે છે. બાલ શક્તિના પેકેટ 6 માસથી 3 વર્ષ સુધીના આપવામાં આવે છે.પેકેટ આપ્યા બાદ આરોગ્ય કર્મચારી ઘરે જઈને ચેક પણ કરે છે. વાનગી નિદર્શન દ્વારા માતૃશક્તિના પેકેટ થકી વાનગીઓ બનાવાય છે. આ રીતે ઘરે જઈને ઉપયોગ કેમ કરવો અને બીજી પણ યોજનાઓનો લાભ લેવો અને નિયમિત આવી બહેનોએ આંગણવાડી આવવું આવવું પડતું હોય છે. ખાસ કરીને આ યોજના કુપોષણ દૂર કરવા, કુપોષિત માતાઓ હોય છે જે પોતાના ઘરે દાળ -ભાત, શાક- રોટલી ઘરે જમતા નથી તેમના માટે એક ટાઈમનું ભોજન આપવામાં આવે છે. આ કારણે બહેનોમાં સારો વિકાસ જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.