ઊંઝા પાલિકા ટાઉન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો : સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કરાયું
ઊંઝા બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા શપથ ગ્રહણ સમારોહ યોજાયો: ઊંઝા પાલિકા ટાઉન હોલ ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યકમમાં અરજદારો પોતાની અરજીઓને લઈ આવ્યા હતા. જેમાં રેશનકાર્ડ, આધારકાર્ડ, જાતિનો દાખલો, ઇડબ્લ્યું એસ, વિધવા સહાય, ક્રીમીનલ સર્ટિ, આરોગ્ય સેવાઓ, ડોમીસાઇલ સર્ટિ, વૈ વંદના યોજના, સિનિયર સિટીઝન, જીઇબીન લગતી સેવાઓ , એસટી ને લગતી સેવાઓ તેમજ સરકારની વિવિઘ તમામ યોજનાઓનો લાભો અંગેની માહીતી અને કામકાજ કરવામા આવ્યું હતું. ઊંઝા તાલુકાના નવાપુરા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે આજે સેવા સેતું કાર્યકમ યોજાયો હતો.
તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સેવાસેતું કાર્યક્રમમાં ઉનાવા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ઠ ઉનાવા, ઐઠોર, પળી, કંથરાવી, સુરપુરા, ડાભી, સૂરજ નગર, શીહી, સુણોક સહિતના ગામડાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સામૂહિક સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.
ઊંઝા બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા શપથ ગ્રહણ સમારોહ યોજાયો. વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે પ્રાથમિક શાળા સંકુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઊંઝામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઊંઝા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઊંઝા શહેર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ઉપેક્ષિત વિસ્તારમાં બાળકોને બિસ્કીટ આપી વડાપ્રધાનનું આયુષ્ય નિરોગી રહે અને રાષ્ટ્રીય સેવામા યોગદાન આપે એવી પ્રભુને પ્રાર્થના કરી હતી.