એસ.ટી વિભાગને અંબાજી મેળો ફળ્યો : 3 કરોડ 21 લાખની આવક
એક્સ્ટ્રા બસોની 19,000 ટ્રીપ દ્વારા માઇભક્તોની સલામત સવારી
અંબાજી મેળામાં 8 દિવસમાં 8 લાખ મુસાફરોએ 56,8000 કી. મી.ની મુસાફરી કરી: પાલનપુર એસટી ડિવિઝન દ્વારા દર વર્ષે યોજાતા ભાદરવી મેળામાં દર વર્ષે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.જેમાં અંબાજી મેળાના 7 દિવસ દરમિયાન 6 લાખ 89 હજાર મુસાફરોએ સવારી કરી હતી.જેમાં એસટી તંત્રને 8 દિવસમાં એક્સ્ટ્રા સંચાલનમાં 3.21 કરોડની આવક થઈ છે.
ડી.ટી.ઓ. વિનુભાઈ ચૌધરીના જણાવ્યાં અનુસાર શક્તિપીઠ અંબાજી ભાદરવી મેળામાં જગત જનની માં અંબાના ધામમાં પાલનપુર એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી હતી.મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખી બસ સ્ટેશનથી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.જેમાં તા.12 થી 18 સપ્ટેમ્બરના આઠ દિવસ ડિવિઝનની અંબાજી આવન જાવનમાં 19000 હજાર ટ્રીપ લગાવવામાં આવી હતી.આ આઠ દિવસમાં કુલ 8 લાખ મુસાફરોએ આવન જાવન કરી હતી.મુસાફરોના ઘસારાને લઈ ડિવિઝનને રૂપિયા 3.21 કરોડની આવક થઈ છે.
7 જિલ્લાની 1200 બસો દોડાવાઈ: બનાસકાંઠા,મહેસાણા,પાટણ,સાબરકાંઠા,અરવલ્લી,અમદાવાદ,ગાંધીનગર આમ 7 જિલ્લાની કુલ 1200 બસો લગાવવામાં આવી હતી.જેમાં 1900 બસોએ ટ્રીપ લગાવી હતી.તેમ ડી.ટી. ઓ.વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
પાલનપુર વિભાગની 308 બસો 5.68 લાખ કી. મી.દોડી: અંબાજી મેળામાં પાલનપુર વિભાગ દ્વારા કુલ 308 એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી હતી.જેમાં 5.68 લાખ કી.મી.બસો ફરી હતી.જેમાં 8 લાખ મુસાફરોએ સવારી કરી હતી.જેનાથી એસટી નિગમને 3.21 કરોડની બમ્પર આવક થઈ હતી.
મેળામાં બાર બુથ બનાવાયા: અંબાજીમાં એસ.ટી. વિભાગ દ્વારા ગબ્બર,આરટીઓ સર્કલ,આબુરોડ 4,પાંછા,કામાક્ષી,જીએમડીએ 3,આમ અલગ અલગ 12 બૂથ બનાવવામાં આવ્યા હતાં.જ્યાંથી તમામ બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.