ઊંઝા ઓવરબ્રિજ પર ઠેર ઠેર ખાડા : અકસ્માત થવાની ભિતી
ઊંઝા હાઇવે ઓવરબ્રીઝ પરના વરસાદને કારણે મોટા ખાડાઓ પડી ગયા છે. તંત્ર જાણે અકસ્માતની રાહ જોઈ બેઠું હોય તેવું લાગી રહ્યું છે. ઉઝા ખાતે જગપ્રસિદ્ધ ઉમિયા માતાનું મંદિર અને વિશ્વની મોટામાં મોટી એપીએમસી આવેલ છે. નજીકમાં ઐઠોર ગણપતી દાદા અને તરભના વાળીનાથ મંદિર આવેલ છે. જેના કારણે વર્ષે લાખો ભક્તો અને વાહનોની અવર જવર ઊંઝા હાઇવે રિલાયન્સ પેટ્રોલ પમ્પ થી ઉમિયા માતાજી મંદિર તરફ જવાના ઓવરબ્રીઝ પર રહે છે.
પરતું આ બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. થોડા સમય પહેલાં આ બ્રિજ પર થીગડાં મારી ખાડા પૂરવામાં આવ્યા હતા. પરતું છેલ્લા ચાર દિવસથી વરસી રહેલ વરસાદને પગલે બ્રિજ પર ખાડા પડી ગયા છે. તો કેટલીક જગ્યાએ ખિલાસરી બહાર દેખાઈ રહી છે.