પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ મા અંબાના આશીર્વાદ મેળવ્યા
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આજરોજ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા કુંવરજી બાવળિયાએ આદ્યશક્તિ મા અંબાના ચરણે શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા.
અંબાજી ૫૧ શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે દર્શન કરવા પધારેલા મંત્રી નું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. અંબાજી મંદિર ખાતે મંત્રીએ મંદિરમાં મા અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના મહારાજ દ્વારા મંત્રીશ્રીનું માતાજીની ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યુ હતું. જે બાદ મંત્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.