મહેસાણામાં વાહનની લોનનો ચેક રિર્ટન થતાં આરોપીને બે વર્ષની સજા
સાબરકાંઠા જિલ્લાના દેરોલ ગામે રહેતા ધરણીધર ભારથી ભુપેન્દ્રભાઈ ગોસ્વામીએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ મહેસાણા શાખામાંથી વાહન ઉપર લોન લીધી હતી. જે લોન ના નિયમિત હપ્તા નહીં ભરતા કંપની દ્વારા ઉઘરાણી કરવામાં આવતા આરોપીએ તેના બેન્ક એકાઉન્ટ નો રૂ. સોળ લાખ નો ચેક આપ્યો હતો તે ચેક બેન્કમા જમા કરાવતા અપૂરતા ભંડોળથી ચેક પરત ફર્યો હતો.
આ અંગે મહેસાણા બ્રાંચના કલેકશન મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં મહેસાણાના ત્રીજા જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબે ફરિયાદીના વકીલ એચ.બી.પ્રજાપતિની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ધરણીધર ભારથી ભુપેન્દ્રભાઈ ગોસ્વામી ને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ ગુનો કરવા બદલ બે વર્ષની સાદી કેદની સજા કરી હતી. જો ચેકની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હૂકમ કર્યો હતો.