પાટણના સિધ્ધી સરોવર મા મોદી પરિવારના યુવાને અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી
પાલિકાના ફાયર વિભાગ ની ટીમે ધટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢી
લાશનું પંચનામું કરી પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી: પાટણ શહેર નુ સિધ્ધી સરોવર સુસાઈડ પોઈન્ટ બની રહ્યું હોય તેમ અવાર નવાર જીંદગી થી નાસીપાસ થયેલા લોકો આ સિધ્ધી સરોવર માં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા હોવાનાં કિસ્સા પ્રકાશમાં આવતાં હોય છે ત્યારે ગુરૂવારના રોજ વધુ એક વ્યક્તિ એ અગમ્ય કારણોસર સિધ્ધી સરોવર માં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના સિધ્ધી સરોવરમાં કોઈ વ્યક્તિ એ અગમ્ય કારણોસર પોતાના જીવનથી નાસીપાસ થઈ મોતની છલાંગ લગાવી હોવાની જાણ પાલિકાના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ ના થતા તેઓએ તાત્કાલિક આ બાબતે પાલિકાના ફાયર વિભાગને કરાતાં ફાયર વિભાગ નાં કમૅચારીઓએ સિધ્ધી સરોવર ખાતે દોડી આવી સરોવર માં મોતની છલાગ લગાવનાર ઈસમને શોધી પાણી માથી બહાર કાઢી હતી તો બનાવની પોલીસ ને જાણ થતાં તેઓએ પણ સ્થળ પર આવી કાયૅવાહી હાથ ધરતા સિધ્ધી સરોવરની પાછળના ભાગે થી બેગ મળી આવતા તેની તપાસ કરતાં મૃતક રવિ ચિમનલાલ મોદી રહે.સાલવીવાડો, ત્રિશેરીયુ,રામપુરા વાળાની હોવાનું અને તે પાટણ નજીક આવેલ એમ આર કે હેલ્થકેર મા નોકરી કરતો હોવાનું જાણવા મળતા પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતાં તેઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાન દિકરાની લાશ જોઈ પરિવારજનો ના આક્રંદ થી વાતાવરણ ગમગીન બન્યું હતું.
પાટણ શહેરના સિદ્ધી સરોવર માં અવાર નવાર બનતા આત્મ હત્યા નાં બનાવોને રોકવા પાલિકાની સામાન્ય સભા મા અનેક વખત આ વિસ્તાર ના નગરસેવકો દ્રારા સરોવર ફરતે ફેનસિગ તાર વડે સુરક્ષા વધારવાની સાથે સરોવર ઉપર જરૂરી ચોકિયાત ને ફરજ સોંપવામાં આવે તેવી રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી આ વ્યવસ્થા સિધ્ધી સરોવર ખાતે ઉપલબ્ધ નહિ બનાવાતાં શહેરીજનોમાં પાલિકાની કામગીરી સામે પણ નારાજગી ઉભી થવા પામી છે.