પાટણ પાલિકાના સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન આધાર સેન્ટરની જી.પી.એસ સિસ્ટમ ઠપ્પ થતાં લાભાર્થીઓની કતારો લાગી
કેટલાક લાભાર્થીઓ એ સિસ્ટમ ચાલુ થવાની રાહ જોઈ અંતે ચાલતી પકડી
સેવા સેતુ કાર્યક્રમ મા એક જ સ્થળ પરથી લાભાર્થીઓએ જુદી જુદી સેવાનો લાભ લીધો: પાટણ શહેરની એમ.એન.હાઈસ્કૂલ ખાતે શુક્રવારે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન આધાર સેન્ટર મા કાયૅરત કરવામાં આવેલ જીપીએસ સિસ્ટમ ચાલું ન થતાં વહેંલી સવારથી સેવા સેતુ ની સેવાનો લાભ લેવા આવનાર લાભાર્થીઓની લાંબી કતારોમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો તો કેટલાક લાભાર્થીઓ જીપીએસ સિસ્ટમ ચાલુ થશે તેની રાહ જોઈ અંતે થાકી ને પરત ફર્યા હતા અને સેવા સેતુ કાયઁક્મ ની સેવાથી વંચિત રહ્યા હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવીના કામો સરળતાથી નગરપાલિકા કક્ષાએ જ ઉકેલી શકાય તેવા શુભ હેતુથી સેવાસેતુ કાર્યક્રમ અમલમાં મુકાયો છે. ત્યારે પાટણ શહેર ની એમ એન હાઇસ્કુલ ખાતે વોડ નંબર 1,2,3,8નો શુક્રવારે આયોજિત કરવામાં આવેલ સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓ એક જ જગ્યાએ થી વિવિધ યોજનાઓનો લાભ પ્રાપ્ત થતો હોય સવારથી મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
આ સેવા સેતુ કાર્યક્રમ માં સરકારની વિવિધ 55 જેટલી યોજનાઓનો લાભ લોકોને એક જ સ્થળે થી આપવામાં આવ્યો હતો.જેમાં પી.એમ.જે.વાય કાર્ડ, BP-ડાયાબીટીસ ચકાસણી, એટીવીટી દ્વારા આવક-જાતિના દાખલા, આધાર કાર્ડ કાઢવા,રેશનકાર્ડ નામ કમી-ઉમેરવા-સુધારો, ખેતીવાડીને લગતા પ્રશ્નો, વીજળીના પ્રશ્નો, વનીકરણ વગેરે સેવાઓ આપવામાં આવી હતી.
જોકે એમ. એન. હાઈસ્કૂલ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર સેન્ટર ટેકનિકલ ખામીને કારણે જી.પી.એસ સિસ્ટમ શરૂ ન થતાં લાભાર્થીઓ ને લાઈન માં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. તો કેટલાક લાભાર્થીઓ લાભ લીધા વીના કંટાળી ને ત્યાંથી ચાલતી પકડી હતી અને તેવા લાભાર્થીઓ માટે આ સેવા સેતુ કાર્યક્રમ નિરથૅક રહ્યો હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના વિવિધ વિભાગોની ઓફિસ સ્થળ પર જ ખોલવામાં આવે છે અને વિવિધ દાખલાઓ, વ્યકિતગત સહાય, મા અમૃતમ યોજનાની કામગીરી કે જે સામાન્ય રીતે તાલુકા કક્ષાની કચેરીઓમાં જ થતી હોય છે, તેને એક છત્ર હેઠળ લાવી નવી પહેલ કરવામાં આવે છે.