પાટણના હાઇવે વિસ્તારમાંથી રખડતા ઢોરોની સમસ્યા નિવારવા પાટણ ધારાસભ્ય હાથમાં લાકડી લઈને મેદાનમાં આવ્યાં
રાત્રે એક વાગ્યા સુધી હાઇવે વિસ્તારની પાંચ સોસાયટી માંથી 27 જેટલા રખડતા ઢોરો ડબ્બે કરાયા
રખડતા ઢોરોની સમસ્યા નિવારવા પાલિકાની ઢોર ડબ્બા ટીમ આંખ આડા કાન કરતી હોય લોકોમાં જોવા મળ્યો
પાટણ શહેરની સોસાયટીઓ, મહોલ્લા, પોળો અને જાહેર માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યાને લઈને પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠવા પામ્યા છે. તો માર્ગો પર અડિંગો જમાવેલ ઢોરો ને લઇ વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. તેમ છતાં પાટણનું નગરપાલિકા નું નઘરોળ તંત્ર લોકોની સમસ્યા નિવારવા આંખ આડા કાન કરી દેતા પ્રજાજનો પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે આ રખડતાં ઢોર ની સમસ્યા દૂર કરવા સ્થાનિક રહીશો દ્રારા પાટણ ધારાસભ્ય ને રજુઆત કરતાં તેઓએ ગતરાત્રે રખડતાં ઢોર ની સમસ્યા દૂર કરવા પોતાની હાથમાં લાકડી સાથે રહીશોને લઈ માર્ગો પર ઉતરી આવતાં અને આ બનાવની જાણ પાલિકાના ઢોર ડબ્બા વિભાગ ને થતાં તેઓ પણ ચિફ ઓફિસર સહિત પોલીસ કાફલા સાથે હાઈવે વિસ્તારમાં દોડી આવ્યાં હતા.
આ અંગે શહેરીજનોએ અનેક વખત રજૂઆત નગરપાલિકામાં કરી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા રખડતાં ઢોર ની સમસ્યા દૂર કરવા આંખ આડા કાન કરતી હોવાની બાબત લઈને ગતરોજ રાત્રે શહેર ના હાંસાપુર હાઇવે માર્ગ પર રખડતા ઢોરો ના આતંકને લઈને સ્થાનિક લોકોએ પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલને જાણ કરતા તેઓ તાબડતોબ સ્થળ પર દોડી આવ્યાં હતાં.
સ્થાનિક લોકો ને સાથે રાખી હાથમાં લાકડીઓ લઇ ને આ વિસ્તારની પાંચ જેટલી સોસાયટીઓ માંથી 27 થી વધુ રખડતાં ઢોરો ને એક સોસાયટીના કોમન પ્લોટ માં લાવી પાલિકા ના ચીફ ઓફિસર ને જાણ કરતાં સફાળા જાગેલા પાલિકા તંત્રની ઢોર ડબ્બા ટીમ ચિફ ઓફિસર અને પોલીસ બંદોબસ્ત સાથે ધટના સ્થળે દોડી આવી કોમન પ્લોટ મા એકત્ર કરેલ 27 જેટલા રખડતાં ઢોર ને રાત્રે 1-00 વાગ્યા સુધી ઝુંબેશ ચલાવી પાજરે કર્યા હતા.