પાટણ જિલ્લાના પેન્શનરોએ પેન્શન ની રકમ વધારવાની માંગ સાથે પ્રતિક ધરણા યોજી આવેદનપત્ર આપ્યું

પાટણ
પાટણ

ભારતીય મજદૂર સંઘ ના નેજા હેઠળ પેન્શનરો દ્રારા સુત્રોચ્ચાર કરી પોતાની માંગણી સંતોષવા રજુઆત કરી

ભારતીય મજદૂર સંઘ પાટણ જિલ્લા દ્વારા EPF-95 પેન્શનરો નું પેન્શન રૂા.1000 થી વધારી રૂા.5000 કરવા, મોંઘવારી ભથ્થુ ઉમેરવા અને આયુષ્માન યોજનામાં સામેલ કરવા ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ ગુરૂવારે નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કલેક્ટર કચેરી ના પટાંગણ માં પ્રતિક ધરણા પર બેસી વડાપ્રધાન ને સંબોધીને ચિટનીસ ટુ કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લામાં 28 જેટલા બોર્ડ નિગમમાં આવતા 15 હજાર જેટલા નિવૃત કર્મચારીઓ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ ઓછું પેન્શન મળતું હોય કલેકટર કચેરી પટાંગણ માં પ્રતીક ધરણા પર બેસી કલેક્ટર કચેરી માં ચૂંટનીસ ટુ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.

કલેક્ટરને આપેલ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે કર્મચારી પેન્શન સ્કીમ (EPS) 1995 હેઠળ લઘુત્તમ માસિક પેન્શન રૂ. 1000 (રૂપિયા એક હજાર માત્ર) છે જે તા. 1 સપ્ટેમ્બર 2014 થી અમલમાં છે, 2014 અને 2024 વચ્ચેના 10 વર્ષ દરમિયાન ફુગાવા છતાં પણ ન્યૂનતમ માસિક પેન્શનના બદલામાં મળેલી રકમનું વાસ્તવિક મૂલ્ય આજની તારીખે ખૂબ જ ઓછું છે, આ કારણે પેન્શન ધારક માટે વર્તમાન રકમ સાથે જીવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. ન્યૂનતમ પેન્શન અગાઉ ઘણી વખત, સંસ્થા દ્વારા લઘુત્તમ પેન્શનની રકમ વધારવા માટે રજુઆત કરી છે.

ત્યારે આજે ભારતીય મજદૂર સંઘની અખિલ ભારતીય કાર્યકારી સમિતિના નિર્ણય મુજબ સામે એક દિવસનું પ્રતીક ઉપવાસ પર બેઠા હતા અને ત્રણ જેટલી માગણી કરવામાં આવી હતી જેમાં  કર્મચારી પેન્શન યોજના (EPS) 1995 હેઠળ, લઘુત્તમ પેન્શનની રકમ રૂ. 1000/- પ્રતિ માસથી વધારીને રૂ. 5000/- પ્રતિ માસ કરવી જોઈએ , કર્મચારી પેન્શન યોજના (EPS) 1995ની રકમ હોવી જોઈએ મોંઘવારી ભથ્થા સાથેની ચુકવણી લિંક ઉમેરીને કરવી જોઈએ અને આવા તમામ પેન્શન ધારકોને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ આપવા રજુઆત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.