સાબરકાંઠા : સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલી કારને ઝડપી 1.25 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકના માતાજી કમ્પા પાસે રોડ પરથી ગત રાત્રિએ SMC કારનો પીછો કરીને રૂ 1.25 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, ખેડબ્રહ્માના માતાજી કમ્પા પાસે રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલે સોમવારે રાત્રે રાજસ્થાનના મામેરથી ગુજરાતના મહેસાણા લઇ જવાતા વિદેશી દારૂની કાર ઝડપી લીધી હતી. કારમાંથી રૂ. 1,25,796ની 972 બોટલો મળી આવી હતી. જેને લઈને કાર ચાલક સહિત બેને ઝડપી લીધા હતા અને કાર રૂ. 3 લાખ, 3 મોબાઈલ રૂ. 10, 500, રોકડ રૂ 900 મળી રૂ 4,37,196નો મુદ્દામાલ કબજે લઈને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા બે અને ફરાર છ મળીને આઠ શખ્સો સામે ગુનો નોંધાયો છે.
ઝડપાયેલા આરોપી
વિષ્ણુસિંહ કરણસિંહ ઠાકોર (સુખેશ્વર મંદિર સામે,હેડવા,મહેસાણા-ચાલક)
જાવેદખાન રસુલખાન બલોચ (સાગર હોટલની પાછળ,નંદાસણ ગામ,મહેસાણા-હેલ્પર)