ઊંઝા અંડરબ્રિજમાં એસટી બસ અને ટ્રક ફસાઈ : એક તરફનો રસ્તો બંધ થઈ જવા પામ્યો
ઊંઝા અંડરબ્રિજમાં એક તરફના રોડ તરફ કામ ચાલતું હોઈ જેથી એક તરફનો રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો. જૉકે બપોરના સમયે એસટી બસ અને ટ્રક એકજ માર્ગમાં આવતા ફસાઈ જવા પામી હતી. જેને લઇ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઊંઝા અંડરબ્રિજની અંદર બસ અને ટ્રક ફસાઈ ગયા હતા. જેથી એક બાજુ રસ્તો બંધ રહેવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ વિસનગર થી ઊંઝા બસ ડેપોમાં આવતી હતી. જેમાં ચાર પેસેન્જર બેઠા હતા. જોકે કોઈ જાનહાની થવા પામી નથી. હાઈવે પોલીસ ચોકી હોવા છતાં પણ લોકોએ ટ્રાફિક નિવારણ માટે ખડેપગે ઉભા રહી સમસ્યાને દુર કરી હતી.