અંબાજી ડેપોના કર્મચારીઓનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્ય સરકારના સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત નિગમ અને વિભાગીય નિયામક ની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અંબાજી ડેપોનાં તમામ કર્મચારીઓ માટે THO દાંતાની ટીમના સહયોગથી અંબાજી ડેપો ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં  આવ્યું હતું.

જેમાં અંબાજી એસ.ટી ડેપોના તમામ ડ્રાઈવર – કન્ડક્ટર અને મિકેનીક મિત્રોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ હતું અને આ મેડિકલ ચેકઅપ દરમિયાન વધુ સારવાર અથવા તપાસની જરૂરિયાત જણાય તેવા કર્મચારીમિત્રોને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર  કરવામાં આવ્યા હતા. હાલમાં જ અંબાજી ખાતે માં અંબા ના દરબાર માં ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો. જેમાં અંબાજી ડેપોના તમામ કર્મચારીઓ દ્વારા મેળામાં આવેલ માઈભક્તોની સેવામાં દિવસ રાત ફરજ નિભાવી આ મેળાને નિર્વિઘ્ને પૂર્ણ કરવામાં સહકાર આપ્યો હતો. મેળાની કામગીરી બાદ કર્મચારીઓની શારીરિક સ્વાસ્થ્યની યોગ્ય ચકાસણી થઈ શકે એવા પવિત્ર ઉદ્દેશ્ય થકી આજરોજ એક સફળ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મેડિકલ ઓફિસર અને તેમની ટીમ સાથે અંબાજી એસ.ટી ડેપોના સક્રિય કર્મચારી તેમજ મજૂર મહાજન સંઘના વિભાગના પ્રમુખ દ્વારા સરસ આયોજન કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. કેમ્પના આયોજન અને સફળતા બદલ અંબાજી ડેપોના ડેપો મેનેજર એ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.