યુપીના મંત્રી દ્રારા રાહુલ ગાંધી વિરુદ્ધ કરાયેલ વાણી વિલાસ ના પડધા પાટણ જિલ્લા કોગ્રેસ મા પડ્યાં

પાટણ
પાટણ

પાટણ ધારાસભ્ય અને સિધ્ધપુર પૂવૅ ધારાસભ્ય સહિત ના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું: તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના એક જાહેર કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મંત્રી રઘુ રાજ સિંહ દ્વારા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધી વિશે ટીકા ટીપ્પણી કરી તેઓને આતંકવાદી તરીકે ઉલ્લેખ કરી જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ચિમકી ઉચ્ચારતા સમગ્ર દેશમાં અને કોગ્રેસ મા તેના ધેરા પ્રત્યાઘાત પડ્યાં છે.

ત્યારે યુપી ના મંત્રી દ્વારા કરાયેલા આવા ગંભીર પ્રકારના નિવેદનને પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિ એ સખ્ત શબ્દોમાં વખોડી શુક્રવારે જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે ભાજપના મંત્રી સહિત ભાજપ વિરુદ્ધ  સુત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું હતું.

પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ સાથે સિધ્ધપુરના પૂવૅ ધારાસભ્ય સહિત કોગ્રેસ આગેવાનો,કાયૅકરોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે યુપી ભાજપના મંત્રી રઘુરાજ સિંહનાં રાહુલ ગાંધીને કહેલ આતંકવાદી વાળા નિવેદનને લઈ વિવિધ પ્લે કાડૅ સાથે સુત્રોચ્ચાર કરી એલસીબી પીઆઈ ને આવેદનપત્ર આપી ભાજપ મંત્રી વિરુદ્ધ કાયદેસર ની ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.