પાટણ યુનિવર્સિટી સંલગ્ન 70 કોલેજના 2 હજાર વિધાર્થીઓ દ્રારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંબાજી ના માગૅ ની સફાઈ કરાઈ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન એન એસ એસ ચલાવતી કોલેજો દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત કુલપતિ પ્રો.પોરીયા ના માર્ગદર્શન હેઠળ 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ નિમિતે થતા મેળામાં અંબાજીથી 50 કિલોમીટર ના એરિયામાં 70 કોલેજૉના 2000 થી વધુ એન એસ એસ ના વિદ્યાર્થીઓએ જોડાઈ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતુ.
સાથે સાથે વિધાર્થીઓ દ્રારા પ્લાસ્ટિક મુક્ત મેળો બનાનવા માટે બનાસકાંઠા કલેક્ટરના સહયોગથી પ્લાસ્ટીકનો વિકલ્પ આપી સેવા કેમ્પોને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યા હતા. તેમજ યુનિવર્સિટી દ્વારા કચરો એકત્ર કરવા મોટી 500 બેગ બનાવી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જોડાયેલા 70 પ્રોગ્રામ ઓફિસર અને 2000 થી વધુ એન એસ એસ ના વિદ્યાર્થીઓને કુલપતિ પ્રો. પોરીયા એ અભિનંદન પાઠવ્યા હતા.