ઊંઝા પોલીસ સ્ટેશન દ્વારા રૂપિયા ૧૬.૩૬ લાખના દારૂનો નાશ કરાયો
ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પકડાયેલ વિદેશી દારૂ અને બિયર ટીનની બોટલ મળી કુલ બોટલ નંગ ૯૫૮૩ કિંમત રૂપિયા ૧૬,૩૬,૬૩૩ ના દારૂના મુદ્દામાલ પર રોલર ફેરવી અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામા આવ્યો હતો.
ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે તા.૨૦ ઓક્ટોમ્બર ૨૦૨૩ થી તા.૩૦ જુલાઇ ૨૦૨૪ દરમિયાન પકડાયેલ વિદેશી દારૂ અને બિયરની જુદી જુદી બોટલ નંગ ૯૮૮૭ કિંમત રૂપિયા ૧૭,૧૮,૪૩૭ ના મુદામાલ પૈકી એફએસએલ સેમ્પલ રીપોર્ટ બોટલ અને રિઝર્વ બોટલ મળી કુલ બોટલ નંગ ૩૦૪ કિંમત રૂપિયા ૮૧,૮૦૪ બાદ કરી નાશ પાત્ર બોટલ નંગ ૯૫૮૩ કિંમત રૂપિયા ૧૬,૩૬,૬૩૩ ના મુદ્દામાલ પાટણ રોડ પર આવેલ હેલિપેડ વાળી જગ્યાએ લઈ જઈ રોલર ફેરવી નાશ કરવામા આવ્યો હતો.