હિંમતનગરમાં હાઈવે પર વરસાદી પાણી ભરાયા; અરવલ્લી માં કલાકમાં પોણા બે ઇંચ વરસાદ
અરવલ્લી ના માલપુર તાલુકામાં ઘોધમાર વરસાદ ખાબક્યો છે. માત્ર એક કલાકમાં 40 મિમી એટલે કે પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે માલપુરના રસ્તાઓ પર નદી જેવા દૃશ્યો જોવા મળ્યા છે. ત્યારે ખાસ ગોધરા હાઇવે પર બસ સ્ટેશન સામેં વરસાદી પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી ન કારણે વેપારીઓની હાલત કફોડી બની છે. ત્યારે તંત્રની પાણી નિકાલ માટે પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલવા પામી છે.
ત્યારે બીજી બાજુ હિંમતનગર નજીકથી અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે 48 પસાર થાય છે. ત્યારે વરસાદી પાણીના નિકાલના અભાવે મોતીપુરાથી સહકારી જીન સુધીના રોડ પર પાણીમાં થઈને વાહનચાલકોને પસાર થવું પડે છે. જેને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઈવે 8ને ફોરલેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરની કામગીરી શરુ થયા બાદ પાંચ વર્ષ પૂર્ણ થયા પણ કામગીરી અધુરી છે. હવે નેશનલ હાઈવે 48 થયો છે ત્યારે, ચિલોડાથી શામળાજી સુધીના રોડ પર રોડની અને ઓવરબ્રિજની અધુરી કામગીરીને લઈને વરસાદી પાણીના નિકાલના અભાવે ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે.
ત્યારે હિંમતનગરમાં આજે બપોર બાદ વરસાદ વરસવાને લઈને મોતીપુરાથી સહકારી જીન રોડ પર પાણી ભરાયું છે. જેને લઈને વાહ ચાલકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વરસાદી પાણી રોડ પર ભરાવવાને ટ્રાફિક થતાં વાહનોની લાઈનો લાગી રહી છે.