‘મીની અંબાજી' સણાદર ધામે ભાદરવી પૂનમનો મેળામાં ભાવિકોનો ભારે ધસારો

 
 
 
 
 
                     બનાસકાંઠાના મીની અંબાજી તરીકે જાણીતા સણાદર અંબાજી માતાજીના મંદિર ગતરોજ ભાદરવી પૂર્ણિમાનો  લોક મેળો યોજાયો હતો. બ્રહ્મલિન સંત પ.પૂ. મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણનંદગીરી બાપુએ અંબાજી આશ્રમનો વિકાસ કરેલ છે.સણાદર ખાતે યોજાયેલ મેળામાં હજારોની માનવ મેદની ઉમડી પડી હતી અને ધજાઓ સાથે પગપાળા યાત્રાળુંઓની ભારે ભીડ તેમજ સંઘો  માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા ભરચક ભીડ જામી હતી.ભાદરવી પૂર્ણિમા પ્રસંગે સણાદરની પડયાત્રાએ ઉમટેલા ભાવિકો માટે વિવિધ સ્થળે સેવાકેમ્પ પણ શરૂ કરાયા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળાર્થી ભાવિકો માટે સુંદર વ્યવસ્થા કરાઈ હતી. આ પ્રસંગે ઉમટેલા ભાવિકોએ આ તીર્થધામના પ્રેરક પૂજ્ય ક્રિશ્નાનંદગીરી બાપુના સમાધિ સ્થળના દર્શન કરી આશ્રમના વર્તમાન મહંત અંકુશગીરી બાપુના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. મંદિરના ટ્રસ્ટીઓ તેમજ મેનેજર ગજાભાઈ માળીએ પણ ખડેપગે ઉભા રહી માઇભક્તોની સેવાનો લાભ લીધો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.