કેબિનેટ મંત્રી દ્વારા પોતાના માદરે વતન ચારૂપ ખાતે યોજાયેલ સભામાં જય ભવાની ભાજપ જવાની ના નારા લાગ્યા

પાટણ
પાટણ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે કેબિનેટ મંત્રીની ચાલુ સભાએ યુવાનોએ હંગામા મચાવતા પોલીસે યુવાનોની અટકાયત કરી. પાટણના સરસ્વતી તાલુકાના ચારુપ ગામના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ સામે કરાયેલી ટિપ્પણીને લઈને ભાજપના નેતાઓને તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી પ્રચાર પ્રસાર માટે ગામમાં પ્રવેશબંધીના બેનરો મારવામાં આવ્યા હોવા છતાં ચારૂપ ગામના વતની અને ગુજરાત ના કેબીનેટ મંત્રી સાથે સિધ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત દ્વારા ચારૂપ ગામે ક્ષત્રિય સમાજને એકત્રિત કરીને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સભા ને કેબીનેટ મંત્રીબલવંતસિંહ રાજપૂત સંબોધીત કરી રહ્યા તે જ સમયે ગામના સ્થાનિક ક્ષત્રિય રાજપૂત સમાજના કેટલાક યુવાનોએ સભાસ્થળ ખાતે આવી જય ભવાની ભાજપ જવાની ના નારા લગાવતાં વાતાવરણ ગરમાયું હતું અને વિરોધ પ્રદશિર્ત કરી રહેલા યુવાનોને ફરજ પરના પોલીસ જવાનોએ તાત્કાલિક અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી તેઓને પોલીસ મથકે લઈ જવાયા હતાં.

રૂપાલા એ કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ગામના જ કેટલાક ક્ષત્રિય યુવાનો દ્વારા કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જ જય ભવાની ના નારા સાથે સભા સ્થળે આવીને ભાજપ સહિત બલવંતસિંહ રાજપૂતનો વિરોધ પ્રદશિર્ત કરી ચારૂપ ગામે યોજાયેલ ક્ષત્રિય સંમેલનમાં ચારૂપ ગામમાં બહાર થી અન્ય સમાજના લોકોને સભા સ્થળે બોલાવવામાં આવ્યા હોવાનું  જણાવી રોષ વ્યકત કરતાં કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના ગામમાં જ તેઓનો તેમજ ભારતીય જનતા પાર્ટી ના વિરોધ સાથે આખું ચારૂપ ગામ લોકસભા ની ચૂંટણીમાં રૂપાલા ના વીવાદા સ્પદ નિવેદનને લઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવો હુંકાર કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.