પાંથાવાડાના ભર બજારમાં મારામારી થતાં દોડધામ, બે યુવતીઓ વચ્ચે ઝઘડો થતાં બ્લેડના ઘા ઝીંકી દેતાં ૨૦થી વધુ ટાંકા આવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં ભરબજાર મા અંગત અદાવત રાખી ઉશ્કેરાયેલી એક યુવતીએ બીજી યુવતીને બ્લેડના ઘા ઝીંકી દીધા હતા. દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ખાતે રહેતી યુવતી પિન્કીબેન પાંથાવાડા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. જે આજે બપોરના સમયે તેની બહેનપણી સાથે બજારમાં નાસ્તો લેવા ગઈ હતી. તે સમયે અગાઉ આલિશાન હોટલ પાસે આકોલી ગામની નિકિતા દેવીપુજક સાથે હાઇવે – પર કોઈ બોલચાલી થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખીને પિંકી બજારમાં જતી હતી તે સમયે ગ્રામ પંચાયત પાસે રોડ પર નિકિતાએ તેને બોલાવી અપશબ્દો બોલવા લાગી હતી. પણ જેથી પિન્કીએ અપશબ્દો બોલવાની ના પાડતા નિકિતાએ ઉશ્કેરાઈ જઈને બ્લેડ(પતરી) વડે પિન્કીના મોઢાના ભાગે ઈજા પહોંચાડી હતી. તેમજ બીજા હાથમાં પથ્થર લઈને માથાના પાછળના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી પિન્કીની બહેનપણી અને આસપાસના લોકોએ વચ્ચે પડીને તેને વધુ મારમાંથી છોડાવી હતી.

ત્યારે નિકિતાએ પિન્કીને ‘આજે તો તારી બહેનપણી વચ્ચે પડી છે, જો રસ્તામાં મળીશ તો તને મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. જે બાદ ઈજાગ્રસ્ત પિન્કીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જે સારવાર દરમિયાન યુવતીને ૨૦થી વધુટાંકા આવ્યા હતા. જે મામલે ઈજાગ્રસ્ત યુવતીની માતાએ ફરિયાદ નોંધાવતા પાંથાવાડા પોલીસે આકોલી ગામની યુવતી નિકિતાબેન રમેશભાઈ દેવીપુજક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.