સાબરકાંઠામાં આજે તલોદ રોડ પર આવેલા આમોદરા પાસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચારની વિજય વિશ્વાસ સભા યોજાશે

સાબરકાંઠા
સાબરકાંઠા

બપોરે 2 વાગ્યાથી સાબરડેરી ત્રણ રસ્તાથી રામપુરા ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ; 1 લાખની ક્ષમતા વાળા ત્રણ ડોમ તૈયાર કરાયા

સાબરકાંઠામાં આજે સાંજે હિંમતનગરથી તલોદ રોડ પર આવેલા આમોદરા પાસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચારની વિજય વિશ્વાસ સભા યોજાશે. જેને લઈને તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. બીજી તરફ આજે બપોરે બે વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી સાબરડેરી ત્રણ રસ્તાથી રામપુરા ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે.

લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ ગુજરાતમાં થશે. ત્યારે આજથી બે દિવસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વિજય વિશ્વાસ સભા યોજાશે. જેને લઈને આજે બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી હિંમતનગરના સાબરડેરી ત્રણ રસ્તાથી રામપુરા ચાર રસ્તા સુધી રસ્તો બંધ રહેશે. જેનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI રશ્મીન દેસાઈએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રાંતિજના આમોદરા પાસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીની જાહેરસભાને લઈને 1 લાખની ક્ષમતા વાળા ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે સાથે 4 હેલીપેડ છે. કાયદો અને વ્યવસ્થા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે લોકસભા ચૂંટણીની જાહેરસભાને લઈને 5 SP, 11 DYSP, 30 PI, 106 PSI, 1800 ASI, PC, WPC, LRD સહિતના પોલીસ કર્મીઓ અને 2 કંપની SRP ખડેપગે ફરજ બજાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.