હિંમતનગરમાં રોકડા 35 લાખ અને 65 તોલાના સોનાની દાગીનાની લૂંટ કરી : હત્યા કર્યાની ફરિયાદ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના ખેડ તસીયા રોડ પર ગઈકાલે બપોરના સમયે અડધો કલાકમાં અજાણ્યા શખ્સોએ ઘરમાં આવી રૂ. 35 લાખ અને 65 તોલા સોનાની લૂંટ કરી નિવૃત પોલીસકર્મી અને તેમની પત્નીની હત્યા કર્યાની ફરિયાદ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મંગળવારે મોડી રાત્રે નોંધાઇ હતી.

આ અંગે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વનરાજસિંહ વિક્રમસિંહ ભાટીએ નોધાવેલી ફરિયાદ મુજબ, હિંમતનગરના ખેડ-તસીયા રોડ પર બળવતપુરા રેલવે ફાટક પાસે રામનગર સોસાયટીમાં મકાન નં 86માં 30 એપ્રિલના બપોરના 12.00થી 12.30 દરમિયાનના અડધો કલાકમાં અજાણ્યા શખ્સોએ વનરાજસિંહના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં મુકેલા લોકરમાંથી રોકડ 35 લાખ, સોનાના દાગીના આશરે 65 તોલા જેની કિંમત રૂ 42,25,000 મળી કૂલ રૂ 77,25,000ની મત્તાની લૂંટ આચરી હતી. વનરાજસિંહના માતા મનહરકુંવરબા(ઉવ.62) અને પિતા નિવૃત પોલીસ કર્મી વિક્રમસિંહ (ઉવ.65)ના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા કરીને મોત નીપજાવી લૂંટ કરી નાસી ગયા હતા. હિંમતનગર એ-ડિવિઝન પોલીસ અને LCBએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતક પતિ-પત્નીની ફાઈલ તસવીર

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.