યુજીવીસીએલ ના બિલો સ્વીકારવાની કામગીરી જુનાગંજ અમરતકાકા કોમ્પ્લેક્ષમાં પુનઃ શરૂ કરવામાં આવી

પાટણ
પાટણ

પાટણ શહેરના પશ્ચિમ વિસ્તારના લોકો પહેલા પોતાના વીજ વપરાશનું બિલ સીટી વનમાં પાવર હાઉસ ખાતે સરળતાથી ભરી શકતા હતા પરંતુ સીટી વન ની ઓફિસ પાવર હાઉસ ખાતે સદંતર બંધ કરીને હાઇવે વિસ્તારમાં લઈ જતા સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો અને સહી ઝુંબેશ હાથ ધરી પાવર હાઉસ ખાતે કાર્યરત સીટી વન ખાતે વીજ બિલના નાણા સ્વીકારવાનું કાઉન્ટર ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકોની આ માંગને પણ યુજીવીસીએલ કંપની દ્વારા ફગાવી દેવામાં આવતા પશ્ચિમ વિસ્તારના લોકો માટે જુનાગંજ વિસ્તારમાં આવેલા અમરતકાકા કોમ્પ્લેક્ષના ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીઓ પાટણ વીજ બિલના નાણા ભરવા માટે આશીર્વાદરૂપ સમાન બની રહી હતી.

પરંતુ આ વીજ કંપનીની મંડળીનું ત્રણ વર્ષ પૂર્ણ થતા તેઓનું લાઇસન્સ રીન્યુ કરવામાં ન આવતા છેલ્લા એક મહિનાથી સિનિયર સિટીઝનો સહિત પશ્ચિમ વિસ્તારના લોકો વીજ બિલના નાણા ભરવા માટે ત્રાહિમામ પોકારી ઊઠયા હતા અને તેઓને ના છૂટકે આવી અસહ્ય પડી રહેલી ગરમીમાં હાઇવે વિસ્તાર તરફ જવાની ફરજ પડી હતી. ત્યારે આ મામલે સમાચારો પ્રકાશિત થતા યુ જી વી સી એલ કંપની દ્વારા વીજ મંડળી નું લાયસન્સ રીન્યુ કરી દેવામાં આવતા ફરીથી જુનાગજ વિસ્તારમાં વીજ બિલ લેવાનું શરૂ કરવામાં આવતા સિનિયર સિટીઝનો સહિતના લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો.

અને આ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી પાટણમાં કામ કરતા અશોકભાઈ પટેલ ની કુનેહ અને ઝડપના કારણે ગ્રાહકોને પણ સરળતાથી પોતાના વીજબિલના નાણા ભરવામાં સરળતા રહેતી હોવાનું ગ્રાહકે જણાવ્યું હતું.

યુજીવીસીએલ ના કર્મચારીઓ ની ક્રેડિટ કો.ઓપ સોસાયટી ને વીજ બિલ સ્વીકારવા માટે યુજીવીસીએલ મેનેજમેનટ તરફથી વીજ બિલ સ્વીકારવા માટે ગ્રાહકો ને પડતી અગવડતા ને ધ્યાને રાખી તાત્કાલીક મંજૂરી આપી દેવામાં આવેલ છે. ત્યારે  ચતુર્ભુજ બાગ ની પાસે આવેલ આ વીજ કલેક્શન સેન્ટર માં પાટણ શહેર-1, પાટણ શહેર-2 અને પાટણ ગ્રામ્ય ના વીજ બિલ સ્વીકારવામાં આવશે.તેવુ સુત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.