LPG સિલિન્ડર થયો સસ્તો, એવિએશન ઇંધણના ભાવમાં થયો વધારો, આજથી દેશભરમાં લાગુ નવી કિંમતો

Business
Business

મેના પહેલા દિવસે જ રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓએમસીએ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૯ રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવી કિંમતો આજથી દેશભરમાં લાગુ થશે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એરલાઇન્સને ઝટકો લાગ્યો છે. એવિએશન ઇંધણ મોંઘું થયું છે.

ઓએમસીએ ઉડ્ડયન બળતણના ભાવમાં વધારો કર્યો છે. 749.25 પ્રતિ કિલો લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ નવા દરો પણ આજથી લાગુ થશે. એપ્રિલમાં લગભગ 502.91 રૂપિયા પ્રતિ કિલોલિટર રૂપિયાનો ઘટાડો થયો હતો. માર્ચમાં 624.37/- કિલો લીટરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

સ્થાનિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડાની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કરી હતી. એવું કહેવામાં આવતું હતું કે એલપીજી સિલિન્ડર ૧૦૦ રૂપિયા સસ્તું થશે. “મહિલા દિવસ પર, અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી દેશભરના લાખો પરિવારો પરના આર્થિક ભારણમાં નોંધપાત્ર ઘટાડો થશે, ખાસ કરીને આપણી નારી શક્તિને લાભ થશે. તેમણે કહ્યું હતું કે, “અમારો પ્રયાસ મહિલાઓને સશક્ત બનાવવાનો અને તેમના માટે ‘જીવનની સરળતા’ સુનિશ્ચિત કરવાનો છે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.