ચેન્નઈ-બેંગલુરુ અને હૈદરાબાદ-દિલ્હી વચ્ચે આજે મેચ, પોઇન્ટ ટેબલમાં ટોચ પર રહેવા માટે જંગ

Sports
Sports

આઈપીએલ 2021 માં 19મી મેચમાં રવિવારે ચેન્નઈની ટક્કર બેંગલુરુ સામે થશે. આ મેચ બપોરે 3:30 વાગે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બેંગલુરુ ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલા અને ચેન્નઈ ટીમ બીજા ક્રમે છે. ધોનીની ટીમ ચેન્નઈ કોહલીની બેંગલુરુ ટીમને પહેલા ક્રમે હટાવવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. ચેન્નઈએ આ સીઝનમાં સારી શરૂઆત કરી છે.

બોલરોએ સારૂ પ્રદર્શન કર્યું છે. બેટીંગ પણ મજબુત જોવા મળી. રુતુરાજે ફોર્મ પરત મેળવી લીધું છે. તો ડુ પ્લેસીસ સતત સારૂ રમી રહ્યો છે. મોઇન અલી ફરી ટીમ માટે મહત્વપુર્ણ ખેલાડી રહેશે. તો બીજી તરફ બેંગલુરુ ટીમ લયમાં ચાલી રહી છે. બોલીંગ પણ હજુ સારી જોવા મળી છે. તો રાજસ્થાન સામે 178 નો લક્ષ્યાંક એક વિકેટના ભોગે પાર પાડ્યો હતો. 2015 બાદથી કોઇ પણ ટીમ સીઝનમાં પહેલી 5 મેચ જીતી નથી શકી. બેંગલુરુ પાસે આ રેકોર્ડ બનાવવાની તક છે.

બીજી મેચ ચેન્નઈમાં દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે રમાશે. ત્રણ હાર બાદ હૈદરાબાદે પંજાબ સામે જીત્યું છે. દિલ્હી 4 મેચમાં માત્ર 1 જ મેચ હાર્યું છે. ચેન્નઈની પિચને લઇને હૈદરાબાદના સુકાની વોર્નરે ફરીયાદ કરી ચુક્યો છે. દિલ્હી પુરી લયમાં જોવા મળી રહ છે. ધવન સૌથી વધુ રન કરનાર બેટ્સમેન છે. બીજી તરફ વિલિયમ્સન ફિટ થઇ ગયો છે. જે હૈદરાબાદને મજબુત બનાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.