
આગામી સમયમાં સાઉથ આફ્રિકામાં વુમન્સ ટી-20 વિશ્વકપ યોજાશે
આગામી વુમન્સ ટી-20 વિશ્વકપ આગામી 10 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે.ત્યારે આ વખતનો વિશ્વકપ સાઉથ આફ્રિકામાં રમાશે.જેમાં ગ્રુપ રાઉન્ડ આગામી 10 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી રમાશે.જ્યારે 23 અને 24 ફેબ્રુઆરીએ સેમિફાઈનલ રમાશે.જ્યારે આગામી 26મી ફેબ્રુઆરીએ ફાઈનલ રમાશે.આ વિશ્વકપમાં 10 ટીમ ભાગ લઈ રહી છે.ત્યારે ગ્રુપ-એમાં ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડ,સાઉથ આફ્રિકા,શ્રીલંકા,બાંગ્લાદેશ છે.ગ્રુપ-બીમાં ભારત,ઇંગ્લેન્ડ,પાકિસ્તાન,વેસ્ટઈન્ડિઝ, આયર્લેન્ડનો સમાવેશ થાય છે.જે તમામ ટીમો પોતાના ગ્રુપની બધી જ ટીમ સામે એક-એક મેચ રમશે.જેમાં બન્ને ગ્રુપની ટોપ-2 ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.