કોરોના સાથે કયાં સુધી પ્રિત કરીશું ?

રસમાધુરી
રસમાધુરી

સમગ્ર વિશ્વમાં ગણતરીના દેશો માત્ર સુખચૈનથી નિરાંત અનુભવે છે.લગભગ પચાસ ટકા કરતાં વધારે રાષ્ટ્રો કોરોના જેવી મહામારીથી ગ્‌્રસ્ત છે. પ્રજા આજે તેના રાષ્ટ્રસેવકો વ્યથીત છે.કોરોના મહામારીથી માનવ માત્રના ફેફસાં ઉપર આવતો એક અસહ્ય આંચકો એ માત્રને માત્ર કોરોનાનો કેર છે. આવી મહામારી મારી દ્રષ્ટી અને ઉંમરમાં એ સૌ પ્રથમ જોઈ મારા સારા સ્વાસ્થ્ય અને સારી ઈમ્યુનિટીના પ્રભાવે હું બચી ગયો એ ઈશ્વરકૃપા છે.
કોરોના વિશે ગુજરાતના તેમજ અન્ય રાજયોના અડધા કરતા વધારે નાગરિકોને અસમંજસ છે. કોરોના કંઈ બલા છે એ પણ બિચારા જાણતા નથી અને એનાથી પીડાઈ રહ્યા છે.
કોરોના વિશે કંઈક સમજવા જાણવા જેવું છે તે વિશે આપણા અજ્ઞાનના અંધકાર ઉપર પડદો મુકી જ્ઞાનના ઉજાસ તરફ જતાં શીખવું જાેઈએ.કોરોના આપણા દેશમાં સૌ પ્રથમ જાન્યુઆરી માસની નવમી તારીખે ધીમા પગલે પગપેસારો થયો.એ સમયે કોરોના તરફ આપણી કે સરકારની જરા પણ ગંભીરતા જણાઈ નથી. એટલે પેલી કહેવત મુજબ ગરીબકી ભાભી સબ કી જાેરૂ જેવા હાલ આપણા થઈ ગયા.કેટલાક વિધર્મીઓ જાન્યુઆરી માસમાં વિદેશથી સીધા નિઝામુદીન આવી રહ્યા હતા. એમના આગમન પછી એ તમામ વિધર્મીઓ મરકજની મસ્જીદમાં રોકાયા. મોટા કાફલા સાથેના એ યાત્રીઓ પરદેશથી આવી રહ્યા હતા.તેમાં કેટલાક આ રોગનો ચેપ લઈને આપણી રાજધાનીમાં તેમના ગંતવ્ય સ્થળે પહોંચી ગયા અને કોરોના કોવિડ વાઈરસને હિંદુસ્તાનમાં આવવા માટે એક સરસ પ્લેટફોર્મ મળી ગયું.એ જ સમયમાં ચીનના વુહાન પ્રાંતમાંથી જિનપીંગે કોરોના વાઈરસ છોડવા મરણિયો પ્રયાસ કર્યો એ પ્રયાસથી જે પરિણામ આવ્યું એ કોરોના કોવિડ ખતરનાક વાઈરસ એ સમયે આરોગ્ય ખાતાની ઊંઘ ઉડી જાય એવી સ્થિતિ સર્જાઈ ગઈ.કોરોના વાઈરસ આપણા દેશમાં પગપેસારો કરી ગયો કે એ સમયે વિશ્વના આશરે વીસેક કરતાં વધારે રાષ્ટ્રોમાં ફેલાઈ ગયો હતો.જ્યાં આપણા દેશ કરતાં સો ગણી સારી મેડીકલ સિસ્ટમ છે ત્યાં કોરોનાએ મોટો અડ્ડો જમાવી અનેક નાગરીકોને મોતના ભરડામાં લઈ તેમનો ઈન્તેકાલ કરાવી દીધો.
કોરોના કોવિડ વાઈરસ એક મહાચેપી વાઈરસ છે એવું જીનપીંગે જાહેર કરી દીધું. ત્યાં આપણા વડાપ્રધાને યુદ્ધના ધોરણે કામગીરી આરંભી.દેશ વિદેશમાંથી કરોડોનું દાન, ભેટ, ફંડ મળ્યું. સરકારે દેશમાં ફેલાયેલા કોરોના માટે તમામ લેબોરેટરીઓ અને સંશોધકોને એલર્ટ કરી દીધા.લગભગ ફેબ્રુઆરી માસમાં સરકારે લોકડાઉન જાહેર કરી દીધું જે ત્રણથી ચાર માસ અને લગભગ અન્ય જગ્યાએ છ માસ સુધી અસર થઈ.
કોરોના વાઈરસને કાબુમાં લેવા માટે સરકારે જે કંઈ કર્યું તેમાં સૌથી મોટી ક્ષતિ આ રોગ માટે દેશના તમમ ‘પલ્મોનોલોજીસ્ટ’ દાકતરો-રેસીડેન્સ દાતકો પાસે કરાવી જેમાં ધાર્યું પરિણામ આવ્યું નહીં.રોજે રોજ મીડીયામાં આંકડાની માયાજાળ બદલાતી ગઈ અને કોરોનાએ પોતાની બહુમતી ઉભી કરી દીધી જયાં આજે ગુજરાત રાજયમાં એકલાખથી પણ વધારે દર્દીઓ હોસ્પિટલ બિછાને પડયા છે.
રાજયના આરોગ્ય સચિવની પણ ધીમી ગતિ અને મોડી બેદરકારીને લઈને કોરોના બ્લાસ્ટ થઈ ચૂકયો છે. જે ગમે ત્યારે મોટો ભરડો લઈ લેશે.
લોકડાઉન સમયાંતરે અનલોક થતાં ગયાં. માસ્ક પાહેરવા સોશ્યલ ડીસન્ટસીંગ રાખવું તેમજ સંક્રમણ રોકવા અને પ્રયાસો થયા. જેમાં આપણા દેશના બાળકો વિદ્યાર્થીઓ સરકારી તંત્રની ગતિવિધિઓ ઉપર સૌથી મોટો ફટકો પડયો છે ત્યારે હવે આપણે કોરોનાની પ્રીત કયાં સુધી કરીશું ? એ તાજ્જુબ જેવી વાત લાગે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.