પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરે અકસ્માત ગ્રસ્ત વિકલાંગ મહિલાને સારવાર અર્થે ખસેડી માનવતા મહેંકાવી

પાટણ
પાટણ

પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર શુક્રવારે પોતાના ચૂંટણી પ્રચાર તાલુકાના પાલડી ગામથી અઘાર તરફ પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક દિવ્યાંગ મહિલા તેમના ટ્રાઇસિકલ નું ટાયર નીકળી જતા રોડ પર પટકાયેલ હોવાનું ચંદનજીઠાકોરના ધ્યાનમાં આવતા તેઓએ તાત્કાલિક પોતાની ગાડી રોડ સાઈડમાં ઉભી રાખીને આ અકસ્માત ગ્રસ્ત દિવ્યાંગ મહિલાની મદદે દોડી આવ્યા હતા.

તેઓએ અકસ્માત માં ઇજાગ્રસ્ત બનેલી દિવ્યાંગ મહિલાને સાત્વના પાઠવી પોતાના મોબાઈલ ફોન દ્વારા 108 ને જાણ કરીને જ્યાં સુધી સ્થળ પર 108 એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી રાહ જોઈ 108 આવતા ઈજાગ્રસ્ત દિવ્યાંગ મહિલા ને સારવાર માટે દવાખાને ખસેડતા અકસ્માત સ્થળ પર ઉપસ્થિત લોકોએ પાટણના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની માનવતાલક્ષી સેવા પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સાગોડિયાના વતની ઉર્મિલાબેન એ.પટેલ નામના આ દિવ્યાંગ મહિલા  કોટાવડ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તેઓ દરરોજ સવારે તેમના નિયત સમય પ્રમાણે સવારે નોકરી જવા પોતાના થ્રી વ્હીલર સાધન પણ ઘરેથી નીકળ્યા હતા ત્યારે અચાનક તેમના ત્રણ પૈડાવાળા વાહનનું એક ટાયર નીકળી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં તેઓ રોડ પર પડી જતા તેમને મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઇજાઓ થવા પામી હતી.

જોકે આ સમય દરમિયાન લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની ગાડી ત્યાંથી પસાર થતા તેમણે આ દ્રશ્ય જોતાં માનવીય સંવેદના સાથે તાત્કાલિક પોતાની ગાડી ઉભી રાખી આ મહિલાને મદદ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.