સમીમાં ટ્રેક્ટરમાં પાઇપોની આડમાં લઇ જવાતો 4 લાખનો દારૂ ઝડપાયો

પાટણ
પાટણ 141

સમી પોલીસે હાઇવે પર ટ્રેક્ટરમાં પાઇપોની આડમાં લઇ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સમી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે હાઇવે પર વોચ ગોઠવી હતી. આ દરમયાન ટ્રેક્ટર આવતાં તેની ટ્રોલીમાં ટપક-સિંચાઇ પધ્ધતિ માટે વપરાતી પાઇપોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે વિદેશી દારૂ સહિત કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ઇસમને ઝડપી પાડ્યો છે. આ સાથે અન્ય 2 ઇસમો સહિત કુલ 3 ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને રાધનપુર DySP એચ.કે.વાઘેલના માર્ગદર્શન હેઠળ સમી PSI વાય.બી.બારોટની ટીમે વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. સમીના બાસ્પા પાસે હાઇવે પરથી ટ્રેક્ટરને રોકાવી તેની ટ્રોલીમાં ટપક-સિંચાઇ પધ્ધતિમાં વપરાતી પાઇપોની આડમાં લઇ જવાતો 4 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે દારૂ લઇ જનાર અને દારૂ ભરી આપનાર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે.

સમી પોલીસે ચોક્કસ બાતમી આધારે કરેલ કાર્યવાહીમાં રાજસ્થાન પાર્સિંગના ટ્રેક્ટરમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. ગઇકાલે કરાયેલ કાર્યવાહી દરમ્યાન ટ્રોલીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-1306 કિ.રૂ.4,05,128નો દારૂ મળી આવ્યો છે. આ સાથે ટ્રેક્ટર-ટ્રોલી કિ.રૂ.2,50,000અને રોકડ રકમ મળી કુલ કિ.રૂ.6,61,378નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે પપ્પુરામ મીરાસી નામના ચાલકને ઝડપી અન્ય વિકાસ ગોદારા અને ભંવરલાલ ગોદારાની શોધખોળ હાથ ધરી છે.

સમીમાં જુગારધામ ઝડપાયા બાદ સમી પોલીસ હરકતમાં આવી હોય તેવી સ્થિતિ બની છે. ગત દિવસોએ સમી પોલીસની હદમાં LCBએ જુગારધામ ઝડપી પાડ્યા બાદ સ્થાનિક પોલીસ નિંદ્રાધિન હોવાનું ચિત્ર બન્યુ હતુ. જોકે થોડાક જ દિવસોમાં સમી પોલીસના PSI વાય.બી.બારોટે ચોક્કસ બાતમી આધારે લાખનો દારૂ ઝડપી પાડતાં પંથકના બુટલેગરોમાં હડકંપ મચી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.