પાટણમાં સતત સાતમા દિવસે આંક 100ને પાર, સોમવારે 104 કેસ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં સતત સાતમા દિવસે કોરોના આંક 100ને પાર કરી 104 પર પહોંચ્યો છે. પાટણ જિલ્લામાં સતત સાતમા દિવસે કોરોના કેસ 100થી વધુ નોંધાયા હતા. જેમાં સોમવારે પાટણ શહેરમાં સૌથી વધુ 61 કેસ પૈકી 15 કેસ જુના પાટણમાં મોહલ્લા પોળમાં અને 46 કેસ નવા પાટણના હાઇવે વિસ્તારની સોસાયટીમાં આવ્યા હતા. ધારપુરમાં 4, કુણઘેરમાં 3, હાંસાપુરમાં અને બાલીસણામાં 2 -2, બકરાતપુરા, આંબલીયાસણ, બોરસણ, માતપુર, કણી, નોરતા અને સંડેરમાં એક-એક મળી કુલ તાલુકામાં 79 કેસ, ચાણસ્મા શહેરમાં 2, ધિણોજ, કમાલપુર, ખોરસમ, કેસણી ગામમાં એક એક મળી તાલુકામાં 6, સમીમાં વણકરવાસ અને મોટા માઢમાં એક એક, કનીજ અને પાલિપુર ગામમાં એક એક મળી તાલુકામાં 4, રાધનપુર શહેરમાં 4, ભીલોટ ગામમાં 2 અને દેલાણા ગામમાં એક મળી તાલુકામાં 7, સિદ્ધપુરમાં દેથળી અને કાકોશી ગામમાં એક એક મળી તાલુકામાં 2, સાંતલપુરમાં રાજગોર વાસમાં બે, હારીજ શહેરમાં એક અને કુંભાણા અને અડિયા ગામમાં એક એક મળી તાલુકામાં 3, સરસ્વતીના નાયતા ગામમાં એક મળી જિલ્લામાં કુલ 104 કેસ નોંધાતા કેસ આંક 5677 થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.