સાંતલપુરના ભેલ સોલાર પ્લાન્ટમાં ફરી એક વખત આગ લાગતાં અફરા તફરી મચી

પાટણ
પાટણ

(રખેવાળ ન્યૂઝ)પાટણ પાટણના સાંતલપુર તાલુકાના ચારણકા સોલાર પાર્કમાં બે દિવસ પહેલા આગ લાગી હોવાની ઘટના હજુ તાજી છે ત્યાં શનિવારના રોજ ફરી બપોરના સમયે શોર્ટ સર્કિટના કારણે સોલાર પ્લાન્ટમાં ભેલ સોલાર કંપનીની અંદર આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. આગના કારણે ઇન્વેટર રૂમમાં મુકેલા ઇન્વેટર બળીને ખાખ થઇ જતાં લાખ્ખો રૂપિયા નું નુકસાન થયું હોવાનું જાણવા
મળ્યું છે.

પ્લાન્ટમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે સાંતલપુર અને રાધનપુરના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તો પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.
આગના કારણે ઇન્વેટર બળી જવાના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.જાેકે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ
લીધો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ છે, પણ અહીંયા કોઈ પણ કંપનીના પોતાના ફાયર ફાઇટર નથી. જ્યારે પણ આગ લગે છે, ત્યારે સાંતલપુર, અને રાધનપુરથી ફાયર ફાઇટર મંગાવવામાં આવે છે તો અહીંયા સ્થાપિત કંપનીઓ દ્વારા પોતાન ફાયર સ્ટેશન ઉભા કરવા જાેઈએ તેવી માંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.