વિસનગરના વાલમ ગામે મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના વાલમ ગામે રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી દરવાજાના નકૂચા તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી કુલ 3.72 લાખના મતાની ચોરી કરી ફરાર થઈ જતાં આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર તાલુકાના વાલમ ગામના થડા વિસ્તારમાં રહેતા અમરત ચતુરભાઈ પટેલે પોતાના પૌત્ર દક્ષ જોડે છેલ્લા દોઢેક મહિનાથી ગાંધીનગર ખાતે રહેતા હતા. જેમાં પાંચેક દિવસ અગાઉ વાલમ આવી પરત ગાંધીનગર જતા રહ્યા હતા. ગત રોજ અમરતભાઇના દીકરા હાર્દિકભાઈ પર તેમના મિત્ર પટેલ શૈલેષભાઈ બબલદાસએ ફોન કરી જણાવ્યું હતું કે, વાલમ અંદરના બસ સ્ટેન્ડથી ભાન્ડુ રોડ પર આવેલ ચામુંડા માતાના મંદિર પાસે તૂટેલી બેગ પડી છે. જેમાં તમારા ડોક્યુમેન્ટ પડ્યા છે તેવી વાત કરતા અમરતભાઈ અને તેમનો દીકરો હાર્દિક વાલમ ખાતે આવ્યા હતા.

જેથી ઘરે જઈ તપાસ કરતા ઘરના બહારનો નકુચો તૂટેલી હાલતમાં હતો અને લોખંડની બન્ને તિજોરીઓ પણ તૂટેલી હાલતમાં હતી અને લોક પણ તૂટેલી હાલતમાં હતા. જેમાં પ્રથમ તિજોરીમાં પડેલ તેમજ રોકડ 15,000 મળી કુલ 3,74,000 મતાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ બનાવ અંગે અમરતભાઈ પટેલે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.