મહેસાણાના દેદીયાસણ જી.આઈ.ડી.સી ના પ્લોટ નંબર 382માં આવેલ આદર્શ ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરો દીવાલ કૂદીને ઘુસ્યા હતા. જ્યાં ઓફિસના તાળા તોડી તસ્કરો તિજોરીમાં મુકેલા 15,000 તેમજ ફેક્ટરીમાં ખુલ્લામાં મુકેલા પંદર જેટલા વેલ્ડીગ મશીન સાથે જોડાયેલ કોપર વાયર કિંમત 75,000 તેમજ કંપનીમાં પડેલા ત્રણ હેદ્રીલ મશીન કિંમત 4,000, કંપનીમાં લાગેલ સીસીટીવ કેમેરા, તેમજ 2 હજારની કિંમતના ડીવીઆરની ચોરી કરી હતી.
સમગ્ર મામલે વેપારી વિરમ ભાઈ પટેલ ઓફિસમાં આવ્યા એ દરમિયાન દરવાજા તૂટેલા જોતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તસ્કરો તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા લઈ ગયા હતા જ્યારે ઓફિસમાં પડેલ ફાઈલો પણ તોડી ફોડી નાખી હતી. તસ્કરો કુલ 96,000 મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. જેને પગલે વેપારીએ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.