કરણનગર ગામે ખેતરમાં જુગાર રમતા 12 ઇસમોને પોલીસે રંગે હાથ ઝડપ્યા

મહેસાણા
મહેસાણા

કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન નાની કડીથી જતા કેનાલ ઉપર પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, દુધઈ ગામે આવેલા કુરેશીવાસમાં કેટલાક ઈસમો પોતાના અંગત ફાયદા સારું જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરી હતી અને જુગાર રમતા હબીબભાઈ સિપાઈ, મહમદભાઈ સિપાઈ , કરીમભાઈ રમુભાઈ સિપાઈ, કરીમભાઈ ઉસ્માનભાઈ મલેક, જાકીર મહંમદ ભાઈ સિપાઈ, હુસેન કાળુભાઈ સિપાઈ, અક્રમ રહીમભાઈ સિપાઈ, લતીફ નાથુંભાઈ સિપાઈ, આબિદ ભીખાભાઈ સિપાઈ, ઈસુબ અલ્લાહ ફકીર તમામ રહે ગામ દુધઈ તાલુકો કડીને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ સ્થળ ઉપરથી રૂપિયા 18,500ની રોકડ રકમ સાથે મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરાયો હતો. કરણનગર બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ખાનગી રાહે બાકી મળી હતી કે, કરણનગર ગામે મોહણીયા વાળા ખેતર તરીકે ઓળખાતા ખેતરમાં ખુલ્લી જગ્યામાં કેટલા ઈસમો પોતાના અંગત ફાયદા સારું જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર કોર્નર કરીને રેડ કરતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. જ્યારે પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા અમૃતજી ઠાકોર અને ધરમ રાવળ ની ધરપકડ કરી હતી. તેમજ સ્થળ ઉપરથી કડી પોલીસે 12,820નો મુદ્દામાલ કબજે કરીને ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.