મહેસાણામાં ડી માર્ટ પાસે આવેલા શિવાલીક હેરિટેજમાં તસ્કરોએ મકાનના તાળા તોડી લાખની મત્તાની ચોરી કરી ફરાર

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ છાછ વારે સામે આવતી હોય છે.ત્યારે વધુ એક ચોરીની ઘટના મહેસાણાના રાધનપુર રોડ પર બનવા પામી છે.ડી માર્ટ પાસે આવેલા શિવાલીક હેરિટેજ સોસાયટીમાં ભર બપોરે તસ્કરોએ મકાનના તાળા તોડી તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીના ચોરી કુલ 5.44 લાખના મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા છે.ઘટના પગલે મકાન માલિકે ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણાના રાધનપુર રોડ પર ડી માર્ટ પાસે આવેલ શિવાલીક હેરિટેજ સોસાયટીમાં મકાન ન 28 માં રહેતા અભિનવ અંકુર શ્રીવાસ્તવ અને તેઓના પત્ની મકાનને લોક મારી નોકરી પર ગયા હતા.અને તેઓની પત્ની સાંજે ઘરે પરત આવતા મકાનના દરવાજાના નકુચા તૂટેલી હાલતમાં જોતા ઘરમાં તપાસ કરી હતી.સમગ્ર મામલે તસ્કરોએ મકાનમાં પડેલો તમામ સમાન વેરવિખેર કર્યો હતો.

સમગ્ર મામલે મકાન માલિકે સોસાયટીમાં લાગેલા cctv કેમેરા તપાસ કરતા સુમારે એક ઇકો સ્પોર્ટ ગાડીમાં ઉતરી બે ઈસમો ફરિયાદીના ઘર બાજુ જતા જોવા મળ્યા હતા.તેમજ મકાનમાં તપાસ કરતા તસ્કરો તિજોરીમાં મુકેલા સોનાની લેડીઝ ચેઇન નંગ 2 કિંમત 1.65,સોનાનો લેડીઝ સેટ 1 કિંમત 2.20,સોનાની લેડીઝ કાનની બુટ્ટી 4 કિંમત 55,000.,સોનાની જેન્ટ્સની વીતી 1 કિંમત 27,500.,સોનાની જેન્ટ્સની વીતી 1 કિંમત 55,000.,ચાંદીની પગની શેરો નંગ 4 કિંમત 22,000 મળી કુલ તસ્કરો કુલ 5 લાખ 44 હજારના મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.