મહેસાણા શહેરમાં વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી, મોઢેરા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં રાત્રી દરમિયાન પડેલા વરસાદ પગલે શહેરને જોડતા બે મુખ્ય નાળા એટલે કે ભમરીયું નાળુ અને ગોપી નાળુ પાણી થી છલોછલ ભરાઈ ગયા હતા.જ્યારે હીરાનગર ચોક,મોઢેરા બસ પોર્ટ,મોઢેરા રોડ પર આવેલ કેટલીક સોસાયટીમાં પાણી ભરાયા હતા.જે પાણી સવાર સુધી ઓસર્યા નહોતા.વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ પાણીના ભરાવના કારણે ભારે હાલાકી બેઠી હતી.તો કેટલાક વાહનો બંધ પડતા લોકો ચાલતા જવા મજબુર બન્યા હતા. ​મહેસાણા શહેરમાં વરસાદ પડે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષો જૂની બની છે.જોકે આ સમસ્યા નું નિરાકરણ આજ સુધી આવ્યું નથી મહેસાણાના ભમરીયું નાળુ,ગોપી નાળુ,હીરાનગર ચોક,સોમનાથ રોડ,નાગલપુર પાટિયા આ તમામ વિસ્તારમાં વરસાદ પડતાની સાથે જ આ વિસ્તાર સ્વીમીંગ પુલમાં ફેરવાઈ જવાની સમસ્યા વર્ષો જૂની બનતા લોકો મોટી મુશ્કેલી વેઠી રહ્યા છે.ત્યારે પાલિકાની પ્રિ મોનશુન કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.