ઊંઝા માં યુનિટી દ્વારા અંદાજીત ૨૫૫૧ જેટલા વૃક્ષોનું જતન કરાયું

મહેસાણા
મહેસાણા

ઊંઝામાં યુનિટી 1989-90 ‘ગ્રીન ઊંઝા ક્લીન ઊંઝા’ના સંદર્ભે શહેરમાં પાંચ હજાર કરતા વધુ વૃક્ષારોપણના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,. જેમાં ગ્રુપ દ્વારા બાર મહિના સુધી સતત વૃક્ષોની દેખરેખ તેમજ કાળજી રાખી 2151 જેટલાં વૃક્ષોનું જતન કરી પર્યાવરણ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચોમાસા દરમિયાન સૌ કોઈ વૃક્ષારોપણ કરે છે, પરંતુ વૃક્ષારોપણ કર્યા પછી તેની દેખરેખ કરી વૃક્ષોનું જતન કરવું એ પણ નોંધપાત્ર કામ છે. આ કામને ઊંઝામાં આવેલા 1989-90 ગ્રુપ ગ્રીન દ્વારા ખરા અર્થમાં સાર્થક કર્યું છે.

આ ગ્રુપ ગ્રીન દ્વારા ગત વર્ષે ક્લીન ઊંઝાના સંદર્ભે શહેરમાં પાંચ હજાર વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત 80 ફૂટ રિંગ રોડ શિવકૃપા સોસાયટી નવજીવન સ્કૂલ ચોકડીથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણમાં મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહી ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ટીમના પ્રોજેક્ટ ચેરમેન જીમ્મી પટેલ સતત 12 મહિનાથી ઊંઝા ડીવાઈડર પર અંદાજીત 2151 જેટલા વૃક્ષોનું જતન કરી પર્યાવરણને બચાવવાની કામગીરી કરી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.