વિસનગરના ઉમતા ગામથી જી.ઈ.બી સબ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના ઉમતા ગામે બસ સ્ટેશનથી વિસનગર તરફ આવતા છકડા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને છકડાને રોડની કિનારી નીચે પલટી મારતા અંદર સવાર એક મહિલા સહિત બે પેસેન્જરને ઇજાઓ પહોચતા સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવ અંગે મહિલાએ છકડા ચાલક વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
વિસનગર તાલુકાના ઉમતા ગામના ધરુઓળ જૈન દેરાસરની પાસે રહેતા રેખાબેન સેધાભાઈ રાવળ વિસનગર ખાતે નોકરી કરે છે. જેઓ ગતરોજ પોતાના ઘરેથી નોકરી કરવા ઉમતા ગામના બસ સ્ટેન્ડ પાસે પિયાગો કંપનીના છકડામાં બેસી વિસનગર જતા હતા. જેમાં અન્ય બીજા પણ પેસેન્જર હતા. જે છકડો ઉમતાથી વિસનગર તરફ જતા રોડ પર જી.ઈ.બી સબ સ્ટેશન પાસે પહોંચતા છકડાના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની કિનારી નીચે છકડો પલટી મારી ગયો હતો. જેથી રાવળ રેખાબેન અને ઠાકોર દિલિપજી બેચરજી બન્ને નીચે દબાઈ જવાથી ઇજાઓ પહોંચતા 108 મારફતે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રેખાબેને છકડા ચાલક વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.