કલોલમાં દુકાનદાર શટર ખોલવા ગયાને પૈસા ભરેલુ પર્સ ગાયબ

મહેસાણા
મહેસાણા

કલોલ શહેરમાં આવેલા યશરાજ કોમ્પલેક્ષમાં કરિયાણાની દુકાનના માલિક પોતાના ધંધાના રૂપિયા લઈને ઘરેથી આવ્યા હતા અને વેપારી શટર ખોલવા ગયા અને 12 લાખ રૂપિયા ભરેલું પર્સ અજાણ્યો ગઠિયો ઉઠાવી છુંમંતર થઈ ગયો. વેપારીએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મળી ન આવતા તેઓએ કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.કલોલ શહેરમાં આવેલા કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા રાકેશ બળદેવભાઈ પટેલ કે પોતે કરિયાણાનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરરોજ સમયસર પોતાની કરિયાણાની દુકાને આવતા જતા હોય છે અને ધંધો વ્યવસાય કરતા હોય છે. જે દરમિયાન તેઓ આજે પોતાના ઘરેથી રોકડ રકમ લઈને નીકળ્યા હતા અને પોતાની કરિયાણાની દુકાને આવ્યા હતા. રોકડ રકમ ભરેલું પર્સ મૂકી બીજુ એક શટર ખોલવા ગયા અને પર્સ અજાણ્યો ગઠિયો ઉઠાવીને છુમંતર થઈ ગયો હતો.કલોલ શહેરમાં કૃષ્ણનગર રાકેશ પટેલ પોતાના એક અઠવાડિયાના ધંધામાં થયેલા વકરાના રૂપિયા 12 લાખ ભરેલું પર્સ જયુપીટર પર લઈને યશરાજ કોમ્પલેક્ષમાં આવેલા શ્રી વિનાયક કિરાણા ખાતે આવ્યા હતા અને આ રૂપિયા વિવિધ વેપારીઓને ચૂકવવાના હતા. તેથી તેઓએ પર્સને સાઈડમાં મુકી તેમની કિરાણાની દુકાનનું એક શટર ખોલ્યું હતું અને રૂપિયા ભરેલું પર્સ કાઉન્ટરની પાછળ મૂકી બીજું શટર ખોલવા માટે ગયા હતા. જ્યાં બીજુ શટર ખોલીને આવતા લાખો રૂપિયા ભરેલું પર્સ ગુમ થઈ ગયું હતું. રૂપિયા ભરેલું પર્સ ગૂમ થઈ જતા તેઓ શોકમાં મુકાઈ ગયા હતા અને આજુબાજુ તપાસ કરી હતી, પરંતુ તેઓનું પર્સ મળી ન આવ્યું હતું અને ગઠિયો પર્સ ઉઠાવીને રફુચક્કર થઈ ગયો હતો. થોડીક જ ક્ષણોમાં લાખો રૂપિયા ભરેલું પર ગુમ થઈ જતા વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કલોલ શહેર પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રાકેશ પટેલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કલોલ શહેરમાં ધોળા દિવસે લાખો રૂપિયા ભરેલું પર્સ ગઠિયો ઉઠાવી છુમંતર થઈ જતા કલોલ શહેરના વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. કલોલ તાલુકા અને શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.