બહુચરાજીના દયાનંદ કોમ્પ્લેક્સમાં સાપાવાડાગામના ડેરીના માલિકની નજર ચૂકવી 6.10 લાખ રોકડ ભરેલી થેલીની ઉઠાંતરી

મહેસાણા
મહેસાણા

બહુચરાજીના દયાનંદ કોમ્પ્લેક્સમાં ગુરુવારે બપોરે દૂધનો વજનકાંટો રિપેર કરાવવા દુકાનમાં બેઠેલા સાપાવાડા ગામની ખાનગી દૂધની ડેરીના માલિકની નજર ચૂકવી 18થી 20 વર્ષનો ગઠિયો રૂ. 6.10 લાખની રોકડ ભરેલી થેલી લઈ ભાગી જતાં વેપારીઓમાં ભય છવાયો હતો. સાપાવાડાના ધનજીભાઈ ઉર્ફે મુકેશભાઈ કાંતિભાઈ પટેલ ગામમાં ખાનગી દૂધની ડેરી ચલાવે છે. તેઓ બહુચરાજીની સ્ટેટ બેંકમાંથી દૂધના પગારના રૂ. 3.50 લાખ તેમજ બેંક ઓફ ઇન્ડિયામાંથી પાક ધિરાણના રૂ.2.60 લાખ ઉપાડી કુલ રૂ. 6.10 લાખ થેલીમાં મૂકી દૂધનો વજનકાંટો રિપેર કરાવવા માટે દયાનંદ કોમ્પ્લેક્સમાં સુંદરમ ગેટમાં બીજા માળે આવેલી એમટેક સ્કેલ નામની દુકાને આવ્યા હતા.અહીં સોફા ઉપર બેસી પૈસા ભરેલી થેલી બાજુમાં મૂકી હતી અને વજનકાંટો ચેક કરવા નીચે નમતાંની સાથે જ તકની રાહ જોઈ રહેલ 18 થી 20ની વયનો એક છોકરો નજર ચૂકવી પૈસા ભરેલી થેલી ઉઠાવી ભાગી ગયો હતો. હોબાળો થતાં આસપાસના વેપારીઓએ ભેગા થઈ શોધખોળ હાથ કરી હતી, પરંતુ કોઈ ભાળ મળી ન હતી. ધનજીભાઈ પટેલે બહુચરાજી પોલીસ મથકે જાણ કરી હતી. થેલીમાં રૂ. 6.10 લાખ રોકડા તેમજ ચેકબુક અને દસ્તાવેજ હતા.સ્થાનિક પોલીસ ઉપરાંત મહેસાણા એલસીબી અને એસઓજીની ટીમો બહુચરાજી દોડી આવી હતી અને દુકાન તેમજ દયાનંદ કોમ્પલેક્ષના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જે બંધ હોય કોઈ કડી મળી ન હતી. બજારના કેમેરામાં પણ કંઈ મળ્યું ન હતું. પોલીસે હાલ શકમંદોને પકડી પૂછપરછ હાથ ધરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.