વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં વરલી મટકાના અડ્ડા પર પોલીસ ત્રાટકી 12 શખ્સો ઝડપાયા

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા પંચાલ માર્કેટ નજીક ચાલતા વરલી મટકાના અડ્ડા ઉપર શહેર પોલીસ ત્રાટકી હતી. જેમાં પોલીસે અડ્ડા પર રેડ કરતા બે લખનાર અને 10 લખાવનાર મળી કુલ 12 શખસોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે જુગાર સાહિત્ય સહિત રોકડ તેમજ મોબાઇલ મળી કુલ 15,670નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પી.આઈ એસએસ નિનામાને બાતમી મળી હતી કે, સવાલા દરવાજા નજીક આવેલા પંચાલ માર્કેટ પાસે મારવાડી પૂનમચંદ નારાયણજી અને સથવારા નારાયણ ઉર્ફે લાલા ગાંડાભાઈ નામના બે શખસો વરલી મટકાનો જુગાર રમાડે છે. તે આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઘટનાસ્થળે જઈ રેડ કરતા વરલી મટકાનો જુગાર લખનાર અને લખાવનાર મળી કુલ 12 શખસોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ઘટનાસ્થળેથી વરલી મટકાના જુગાર સાહિત્ય સાથે 14,470 રોકડ અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા 15,670નો મુદ્દામાલ કબજે લઈ તમામ ઝડપાયેલા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.