મહેસાણાના ગઢા ગામે યુવક પર વીજળી પડતા મોત:પરિવારમાં શોકનો માહોલ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારે વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે વહેલી સવારે ગઢ ગામે એક યુવક પર વીજળી પડતા તેનું મોત થયું હતું. જેથી સમગ્ર મામલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મહેસાણામાં આજરોજ વરસાદ વરસ્યો હતો. વીજળી પડવાની પણ ઘટના બની હતી. મહેસાણા તાલુકાના ગઢા ગામે રહેતો 25 વર્ષીય ચૌધરી કનીશ સવારે અરસામાં ભેંસોના વાડામાં કામ કરી રહ્યો હતો. એ દરમિયાન એકાએક વીજળી પડતા યુવક વાડામાં જ ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ યુવકના પરિવારજનોને થતા તેઓ યુવકને મહેસાણા ખાતે સારવાર માટે લાવ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.