જયેશભાઈ જોરદાર’ના શૂટિંગ માટે રણવીર સિંહ ઈડરમાં, લોકોના ટોળેટાળા ઉમટ્યા
ઈડર
ઈડરિયા ગઢે એક વાર ફરી બોલીવુડનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. બોલીવુડ સુપર સ્ટાર રણવીરસિહની ફિલ્મનું છેલ્લા ત્રણ દિવસથી ઈડરના ગઢ અને ઇડરનાં બજારોમાં શુટિંગ થઇ રહ્યું છે. બે દિવસ ઈડરના ગઢમાં શુટિંગ કર્યા બાદ આજે ઈડરના ટાવર વિસ્તારમાં સવારના સમયે ફીલ્મનું શુટિંગ કરાયું હતું. તો શુટિંગ માટે ઈડરના લોકોએ સ્વયંભુ બજાર બંધ રાખ્યું હતું.
રણવીરસિંહની એક ઝલક મેળવવા માટે લોકોના ટોળેટોળા બજારમાં એકઠા થયા હતા. ત્યારે શુટિંગ બાદ ઇડરની ગલીઓ જોવા માટે રણવીરસિંહ એકટીવા પર બેસી બજારમાં નીકળ્યો હતો.
બોલીવુડ સુપર સ્ટાર રણવીરસિહે ઇડરની બજારમાં ફિલ્મનું શૂટિંગ કર્યું . રણવીરસિહ એક્ટીવા પર બેસી ઇડરની ગલીઓમા ફર્યો હતો. જણાવી દઇએ કે છેલ્લા ત્રણ દિવસથી હિન્દી ફિલ્મના શુટીગ માટે રણવીરસિંહ ઇડરમાં છે.
નોધનીય છે કે પંદરેક વર્ષ પહેલા અમિતાભ બચ્ચને પોતાના આલ્બમ ‘કભી-કભી’નુ શુટિંગ ઇડર ગઢમાં કરેલું. ત્યારે પંદર વર્ષ બાદ ફરી બોલીવુડની ફિલ્મનું શુટિંગ થતા ઇડરવાસીઓ પણ ખુશ થઇ ગયા હતા.
રણવીર પોતાની માચો ઇમેજથી હટકે એક એવી ફિલ્મ લઇને આવી રહ્યો છે જેમાં તે એકદમ અલગ જ અંદાજમાં નજરે આવશે.