આજે PM મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે કરશે રોડ શો, વડાપ્રધાન 9:30 પહોંચશે મહાત્મા મંદિર

ગુજરાત
ગુજરાત

વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને પીએમ મોદી ગુજરાતનાં પ્રવાસે છે. વડાપ્રધાન સોમવારે અમદાવાદ પહોંચ્યા હતાં. અમદાવાદ એરપોર્ટ પર ભુપેન્દ્ર પટેલે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સી.આર. પાટીલે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આજે પી.એમ. મોદી UAE નાં રાષ્ટ્રપતિ સાથે રોડ શો કરશે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE નાં રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે રોડ શો કરશે. UAE નાં રાષ્ટ્રપતિનાં સ્વાગત માટે 3 કીમી લાંબો રોડ શો થશે. અમદાવાદ એરપોર્ટથી લઈને ઈન્દિરા બ્રીજ સુધી રોડ શો થશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટનાં ઉદ્ઘાટન માટે આજે 9:30 વાગે ગાંધીનગર મહાત્મા મંદિરે પહોંચશે. 10 જાન્યુઆરીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે VGGS નું ઉદ્ઘાટન કરશે. 10 થી 12 જાન્યુઆરી, 2024 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ ગાંધીનગરમાં યોજાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.