10 જાન્યુઆરીએ પી એમ મોદી કરશે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન, ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ

ગુજરાત
ગુજરાત

રાજયનાં પાટનગર ગાંધીનગરમાં ચાર વર્ષ પછી વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થઈ રહ્યું છે. જેને લઈને સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગાંધીનગરને શણગારવામાં આવ્યું છે. 10 જાન્યુઆરીએ પી.એમ મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

આજે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. અમદાવાદમાં એરપોર્ટ-ગાંધીનગર સુધી રોડ શો તૈયારીઓ થઈ રહી છે. ગાંધીનગર તરફ જતા તમામ રૂટો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં 30 વધારે દેશોનાં પ્રતિનિધિઓ ભાગ લેશે. UAE નાં રાષ્ટ્રપ્રમુખ સહિત અન્ય દેશોના મહાનુભવો આ સમિટીમાં ભાગ લેવાના છે. જેને લઈને અમદાવાદ એરપોર્ટ પર તૈયારીઓ થઈ રહી છે. વાઇબ્રન્ટ સમિટનો વિષય ‘ગેટ વે ટૂ ધ ફ્યૂચર (ભવિષ્યનો પ્રવેશદ્વાર) છે. આ સમિટીમાં ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રીક મોબાલિટી, રિન્યુએબલ એનર્જી જેવા વિષયો પર મુખ્ય ફોકસ રહેશે.

RAKHEWALની એપ ડાઉનલોડ કરવા માટે આ લીંક પર ક્લિક કરો: https://play.google.com/store/apps/details?id=com.app.rakheval

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.