PM મોદી ફરી આવી શકે છે ગુજરાત, આ તારીખે લેશે વડોદરાની મુલાકાત

ગુજરાત
ગુજરાત

ફેબ્રુઆરીમાં PM વડોદરા આવે તેવી શક્યતા છે. વડોદરામાં પાંજરાપોળનું નિર્માણ થઇ રહ્યું છે. તેના ભૂમિપૂજનમાં પ્રધાનમંત્રીના આવવાની શક્યતા સેવાઇ રહી છે. 50 હજારથી વધુ લોકોને તેઓ સંબોધન કરે તે પ્રકારના કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરાઇ છે. સુત્રો કહે છે કે 10 ફેબ્રુઆરીના રોજ વડોદરામાં કાર્યક્રમનું આયોજન નક્કી કરાયું છે. તાજેતરમાં જ PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ઉદ્ઘાટન સત્રમાં હાજર રહ્યા હતા.

10 ફેબ્રુઆરીએ પીએમ મોદી વડોદરાની મુલાકાત લેશે. પાંજરાપોળ ખાતે બનનારા ટેન્ટ સિટીના ભૂમિ પૂજનમાં પીએમ વડોદરા આવી શકે છે. 50 હજારથી વધુની જનમેદનીને પીએમ સંબોધન કરે તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.