રાજકોટના જ્વેલર્સમાં બંદૂકની અણીએ વેપારીને બંધક બનાવી 85 લાખના દાગીના લૂંટનારા ચંબલ નદીના કિનારેથી પકડાયા, 62 લાખનો મુદ્દામાલ કબ્જે

ગુજરાત
ગુજરાત

રાજકોટના ચંપકનગર વિસ્તારમાં આવેલા શિવ જ્વેલર્સ નામની દુકાનમાં બંદૂકની અણીએ ચલાવવામાં આવેલી 85 લાખની લૂંટનો ભેદ ઉકેલી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસની મહેનત બાદ અલગ અલગ રાજ્યોમાં ફરી મુખ્ય આરોપી સહિત 4 આરોપીની ચંબલ નદીના કિનારેથી ધરપકડ કરી છે. કુલ 62 લાખ 37 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર એક આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

લૂંટની ઘટના બાદ પોલીસે અલગ અલગ 3 ટીમ બનાવી આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને CCTV ફૂટેજના આધારે તપાસ કરી હતી. જે બાદ ટેકનિકલ તેમજ ખાનગી બાતમીદારો દ્વારા તેમજ આરોપીની ગુનો કરવાની મોડેસ ઓપરેન્ડી પરથી નજીકના સમયમાં ગુજરાતમાં આ પ્રકારથી લૂંટ થયેલી હોય તેની સંપૂર્ણ માહિતી મેળવી તે આધારે આરોપીઓ બાબતે તપાસ કરી આરોપીઓની ઓળખ મેળવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

સ્થાનિક પોલીસની મદદથી આરોપીઓને પકડી પાડ્યા

ગુજરાતના અન્ય શહરો જેવા કે ભરૂચ, સુરતમા પણ આવા પ્રકારની લૂંટના બનાવ બન્યા હતા જે આધારે સમાનતા મેળવી તે દિશામા તપાસ કરવામા આવી હતી. લૂંટ કરી આરોપીઓ મોરબી તરફ રવાના થયાનું માલુમ થતા પોલીસ મોરબી સુધી પહોંચી હતી અને બાદમાં અલગ અલગ રાજ્યોમાં તપાસ કરવામાં આવી હતી. આરોપીઓની ઓળખ થતા ત્યારબાદ આરોપીઓનું પગેરું હરિયાણા સુધીનું મળતા પોલીસની 3 ટીમ હરિયાણા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીઓને પકડી પાડ્યા હતા.

આરોપી સતિષ ઠાકુરની શોધખોળ હાથ ધરી છે

રાજકોટ પોલીસ દ્વારા હરિયાણામાં STF એટલે કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટીમની મદદ મેળવવામાં આવી હતી અને 8 દિવસની મહેનત બાદ હરિયાણા ખાતે ચંબલ નદીના કિનારે કન્ટેનમેન્ટ ઝોન ખાતેથી પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે હરિયાણા ખાતેથી શુભમ જાટ, અવિનાશ ઉર્ફે ફૌજી, સુરેન્દ્ર જાટ અને બીકેશ ઠાકુરની ધરપકડ કરી છે જ્યારે ફરાર એમપીના આરોપી સતિષ ઠાકુરની શોધખોળ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.